વરસતાં વરસાદમાં યાદ આવે છે તારી
ક્યાંક વરસાદમાં તો ક્યાંક તારી યાદોમાં
હરપળ સદા ભીંજાતો રહેતો
વાદળોની આડમાં લપાતો સુરજ
ક્યાં ઉદય ક્યાં અસ્ત થાતો ?
સમયનું ભાન જરા ના રહેતું
બસ તારી યાદો ભીંજવે છે મને
ખુબ યાદ આવે છે તારી
સદા સજાગ આંખો ભીંજાય છે મારી
દીલ ભરાય આવે છે મારું
તું તેમાં હસતી ગાતી
વહેતા આંસુ થમતા નથી
પ્રેમમાં ડૂબેલો હું સદા
જ્યાં જોઉં ત્યાં તું જ દેખાતી
તારી આંખોનો કેફ રીઝવે મને
બસ તારી વાર જોઇને ઉભો
ઘડીક ઊંઘતો તો ઘડીક જાગતો રહું
દીવસ રાત સમાન છે દીસતા
પ્રેમના કમળ ખીલવે છે મને
તું છે ખુબ વહાલી મારી
પ્રાણથી યે પ્યારી સદાયે મારી
તારી યાદમાં જીવતો મરતો
શ્વાસમાં તને મહેસૂસ કરતો
જીવું છું બસ એક જ આસમાં
દિલમાં હંમેશ વસાવી તને
તું હંમેશ મહેકાવે છે મને
ક્યારે આવશે ફરી પાછી ?
દીલ હંમેશા પુછતું મને
તારા પ્રેમનાં ગીતો ગાતો
ખુબ દિલથી ચાહું છું તને
સુન ઓ મારી "દિવાનગી"
"દિવાનો" છું તારા પ્રેમમાં
લોકો કહેતા હસતાં-હસતાં
દુનિયાના મ્હેણાં સ્વીકાર્ય મને
મારાં દિલની છે તું સામ્રાજ્ઞી
મારાં જીવનની આસ છે તું
કબુલ કર પ્રેમ મારો
તારા પ્રેમમાં ભીંજવી દે મને .......!!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો